લખાણ પર જાઓ

પૃષ્ઠ:Balvilas 8th ed. 1929.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૬
બાલવિલાસ.

કેટલાંક માણસ પોતે પ્રસન્ન રહેવાને અને બીજાને રાખવા અનેક પ્રકારની ગમ્મત અને મોજમઝા શોધે છે. મોજમઝા અથવા ટોળ ટપ્પા અને રમત ગમ્તમ એ બધું માણસને ઘડીવાર ખુશ રહેવાનું સાધન છે ખરું, પણ એમાં એક પાસા જેમ કેફી ચીજોના ઉપયોગથી કે હાનિકારક ભોજનથી, કે હાથ પગ ભાગે તેવી ઉપાધીથી, શરીરને હાનિ કરે તેવી મઝાથી દૂર રહેવાની આવશ્યક છે; તેમ બીજી પાસા જે ગમ્મતથી કે ટોળ ટપ્પાથી કોઈના મનને લેશ પણ કલેષ થાય તેથી પણ બહુ સાચવીને દૂર રહેવાની આવશ્યક્તા છે; યોગ્ય અને માફક આવે તેવા વ્યાયામની જેમ શ્વરીરને કસવા માટે અપેક્ષા છે; તેમ મનને પણ છે; પણ જેમ શરીર બધો સમય ઉપયોગી શ્રમ કરી શકતું નથી, તેમ મન પણ કરી શકતું નથી, એટલે મન તન બેને વિશ્રાન્તિની આવશ્યક્તા છે. તે વિશ્રામને સમય કોઈ આનંદકારક મોજમઝામાં, કે તેવી જ રમતગમતમાં કાઢવાથી વિશ્રામ સારી રીતે ભગવાઈ પ્રસન્નતા વધે છે, એટલું જ નહિ પણ બે જણ ભેગાં મળવાથી સારા વિચારનો અદલો બદલો થઈ અનેક લાભ પેદા થાય છે. પણ તે બધામાં જેમ બને તેમ કોઇની પ્રસન્નતામાં વિક્ષેપ ન થાય તેમ વર્તવામાં બહુ યોગ્યતા છે. જે ઉદ્યોગી અને સુનીતિવાળાં માણસ છે તે પોતાની રમતગમતોમાંથી પણ કાંઇ ઉપયોગી સાર સિદ્ધ કરે છે, પોતે પ્રસન્ન રહી સર્વને પ્રસન્ન કરે છે. ખરી પ્રસન્નતા અંતરમાંથીજ થાય છે, ગમે તેવી ગમ્મતથી, ગમે તેવી રમતથી, ગમે તેવી મોજમઝાથી તે પેદા કરી શકાતી નથી. માટે સર્વદા પોતાના મનથી જ પ્રસન્ન રહેવાનું સાધન ખોળવું.

અનેક વિદ્યા ભણવી, અનેક અધિકાર પ્રાપ્ત કરવા, એ બધાનું ફલ માત્ર એટલું જ છે કે ચારે પાસા સમાધાની રહે. ઘરમાં સર્વને આપણાથી શાતા વળે, કોઈ આપણું અમર્યાદ કરે નહિ, પણ કોઈ આપણાથી વિના કારણ બીહે પણ નહિ. બહાર પણ સર્વે આપણને ચહાય. એનું જ નામ પ્રસન્નતા; અને પ્રસન્નતાવાળું માણસ, બીજાં આપણને ચહાય, અથવા ઘરનાં આપણું ઉપર પ્રસન્ન રહે, માટે તેમના દોષ ઉપર આંખ આડા કાન કરવા, અથવા તેમને અઘટિત હોય એવી વર્તણુંક પણ કરવા દેવી, એટલે કે જેને લાડ અથવા નરમાશ કહેવાય છે, તે રીતિ કેવલ તજવા યોગ્ય છે. સર્વે આપણને ચહાય એમ કરવું, પણ સર્વેને એવો નિશ્ચય રહે એમ પણ કરવું કે કાંઈ પણ અયોગ્ય વાત એ ઠપકો દીધા વિના જવા દેશે નહિ, તો થવા તો દેજ કયાંથી ? બાલકો રમે ભમે કે કુદે