પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 


લીધેલી જમીન તેમને કદી પાછી આપવામાં નહિ આવે;’ વળી, ‘આવી ૧,૪૦૦ એકર જમીનનો નિકાલ થઈ ચૂક્યો છે, અને બીજી ૫,૦ ૦૦ એકરનો યથાકાલે નિકાલ કરી દેવામાં આવશે’ વળી ‘આજ સુધીમાં એક લાખ રૂપિયા સરકાર તાલુકા અને મહાલના લેણા પેટે વસૂલ કરી ચૂકી છે, . . . ઘણા લોકો સામાજિક બહિષ્કાર અને નાતબહાર મૂકવાની તથા દંડની ધમકીને લીધે એ લોકો પાછા પડે છે, એટલે જો ૧૯ મી જૂન સુધીમાં લોકો ભરી દેશે તો તેમની પાસેથી ચોથાઈ દંડ લેવામાં નહિ આવે.’

લોકોએ આ જાહેરનામા — અનેક અર્ધસત્ય અને અસત્યોવાળા આ જાહેરનામા — ને સરકારની નાદારીની એક નવી જાહેરાત તરીકે ગણી કાઢ્યું. ચોથાઈ દંડની અને જપ્તી નોટિસો નકામી ગઈ, ખાલસા નોટિસો પણ નકામી ગઈ, ભેંસો પકડવામાં પણ સાર નથી દેખાતો. અને અમુક જમીન વેચાઈ અને બીજી વેચાશે એ ધમકીનો અર્થ લોકાએ એવો કર્યો કે સરકારની એક તસુ જમીન પણ વેચવાની મકદૂર ચાલવાની નથી. લોકોને ખરી, રીતે જમીન જશે એવો ડર જ રહ્યો હતો. આ વિષેના સરદારનાં એકેએક વચન તેમને ભવિષ્યવાણી જેવાં લાગતાં હતાં. સરદારે તો તેમને કહ્યું હતું :

“ યાદ રાખજો કે જે સત્યને ખાતર ખુવાર થવા બેઠા છે તે જ આખરે જીતવાના છે; ને જેમણે અમલદારો જોડે કુંડાળાં કર્યાં હશે તેમનાં મોં કાળાં થવાનાં છે, એમાં મીનમેખ થનાર નથી. જાણજો કે તમારી જમીન તમારું બારણું ખખડાવતી તમારે ત્યાં પાછી આવવાની છે અને કહેવાની છે કે હું તમારી છું.”

હવે ગામેગામ તેઓ સરકારી જાહેરનામાનાં જૂઠાણાં અને ધમકીઓના પોકળ ઉધાડાં પાડી સરકારની આબરૂના કાંકરા કરવા લાગ્યા .

“સરકાર કહે છે કે ૧૬૮૦ એકર જમીન તેમણે વેચી નાંખી છે અને હજી પ,૦૦૦ એકર વેચવાના છે. સરકારના કમિશનર કહે છે કે જમીનની કિંમત આકારના ૧૨૩ ગણી થઈ છે. જો આ જમીન વેચી તો એની એટલી

૧૬૪