પૃષ્ઠ:Bardoli Satyagrahno Itihas.pdf/૩૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
પ્રકરણ
 

 ‘તારી બૈરીને પણ મળે કે ?’

‘હા જ તો. મારી બૈરીને પણ બે વખત ખાવાનું, જુવાર અને તમાકુ મળે, કામ કરે તો.’

‘પણ તે પણ આવી રીતે કામ કરે છે ?’

‘ના, રોજ હાની કામ કરે ? ઘરનું કામ ઓય ની !’

‘આ બશેર જુવાર તું વેચાતી લાવે તો તને શી કિંમત પડે ?’

‘તણ આના વાણિયાને તાં પડે.’

‘આ જુવાર બશેર તને પૂરી ભરીને આપે છે કે ઓછી મળે ?’

‘મારા ગામમાં તો પૂરી જ મલે.’

‘તને બે વખત ખાવાનું મળે તેની શી કિંમત પડે ?’

‘મને હું ખબર પડે ? હું તો બે વખત ખાઉં તે જાણું.’

‘પણ તારે ઘેર ખાય તો ખર્ચ થાય ને ? તે પરથી ગણીને કહે ની ?’

‘મારે ઘેર હું ખરચ થાય ? ઘરમાં તો અમે જુવારનું ભડકું પીએ.’

‘બીજુ શું મળે ?’

‘બે પોતડી, બે બદન, એક પિછોડી, જોડો.’

‘જોડાની કિંમત ?’

‘કિંમત કોણ આપે ? ધણિયામો જ આપે તો. પાંચ રૂપિયાના જોડા મલે. (એક અપશબ્દ બોલીને) મારો ભાઈ તો એ જોડ પણ ફાડે, મને એક જ જોડ જોઈએ.’

‘બાળકોનાં કપડાં માટે પૈસા જોઈ એ તે ક્યાંથી લાવે ?’

‘ધણિયામા પાહે જ તો.’

‘દૂબળો કેટલો ઉપાડ કરે ?’

‘માણહ ઘરમાં ઓછાં એાય તો વીહ રૂપિયા. મેં તો આ વરહમાં અત્તાર લગણમાં જ ૧૬ રૂપિયા ઉપાડેલા છે.’

‘આ બધા રૂપિયા તારે ખાતે મંડાય તે તું વાળશે કે ?’

૩૨૦