પૃષ્ઠ:Be Desh Dipak.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૧

આર્યસમાજનો ઉદ્ધારક


બનાવી પોતાનું મોં કાળું કર્યું હતું, ત્રીજે દિવસ ફિલ્લોર જતાં મુન્શીરામજીને માલુમ પડ્યું કે એ વેશ્યાએ, પોતાને પૈસા ન મળવા બદલ આ આર્યસમાજી મંત્રીઓની સામે સરકારમાં ફરિયાદ નોંધાવેલી, પણ ત્યાંના એક ખાનદાન મુસલમીન તહસીલદારે, આર્યસમાજી મંત્રીઓને બદનામીથી બચાવી લેવાને માટે વેશ્યાને પોતાના પદરના પાંચ-દસ રૂપિયા દઈ અરજી ફડાવી નાંખી છે !

મુન્શીરામજીએ આ કૃપા બદલ તહસીલદાર સાહેબને કહ્યું કે 'આપને ધન્યવાદ દઉં છું. પરંતુ ભાઈ, આપે પાપ કર્યું છે.' તહસીલદાર તાજ્જુબ થયો, પરંતુ મુન્શીરામજી એટલેથી જ ન અટકી ગયા. એ ને એ વખતે જ સાંજરે વ્યાખ્યાન દેવાનો ઢંઢેરો પીટાવ્યો અને એ સભાને અંતે પોતે જાહેર કરી દીધું કે 'આંહીંના સમાજના અધિકારીઓ ભ્રષ્ટ થઈ જવાથી હવે ફિલ્લોરમાં આર્ય સમાજને તાળું દેવામાં આવે છે.' બલિહારી તો એ જ છે કે આ પગલાથી ગુરૂદાસપૂરનો પેલો પાપાચારી વકીલ મુન્શીરામજીનો જીવનભરનો શત્રુ બની, પોતાની પૌરાણિક જ્ઞાતિનો મહાન અગ્રેસર બની ગયો. એવા દુશ્મનોનું તો મોટું દળ બંધાઈ ગયું હતું. મુન્શીરામજીએ પણ ભયને કદી જાણ્યો નહોતો.

એ વીરત્વની કસોટી તો કપૂર્થલા રાજ્યની અંદર એક દિવસ થઈ ગઈ હતી. અછરૂમલ નામના એક એ રાજ્યના એકાઉન્ટન્ટ જનરલ આર્યસમાજના એવા તો કટ્ટા દુશ્મન હતા કે પોતાના મકાનની દિવાલ પર આર્યસમાજના