પૃષ્ઠ:Bhajan Sar Sindhu.pdf/૬૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે


નવ નાડ્યો જૂજવી પડીરે, આવી પહોંચ્યો કાળ;
બૈરાં છોકરાં ફટ ફટ કરેરે, નાનાં મોટાં મળી દેછે ગાળ— ઘડપણ. ૭.

આવી વેળા અંતકાળની રે, દીકરા પધાર્યા દ્વાર;
પાંસળીએથી છોડી વાંસળી રે, લઈ લીધી તેણીવાર.— ઘડપણ. ૮.

એવું જાણી સૌ હરિ ભજો રે, સાંભળજો સૌ સાથ,
પર ઉપકાર કરી પામશોરે, જે કંઈ કીધું હશે જમણે હાથ.— ઘડપણ. ૯.

એવું નફટ છે આ વૃદ્ધપણું રે, મૂકી દો અહંકાર,
ધર્મના સત્ય વચન થકી રે, મહેતો નરસૈંયો ઊતર્યો ભવપાર. — ઘડપણ. ૧૦.


121215