પૃષ્ઠ:Bhajan Sar Sindhu.pdf/૮૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

1121212



પદ ૧૦ ભજન.

જૂનું તો થયું રે, દેવળ જૂનું તો થયું;
મારો હંસલો નાનો ને, દેવળ જૂનું તો થયું. ટેક.

આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે;
પડી ગયા દાંત, માંયલી રેખું તો રહી.— મારો ૧.

તારે ને મારે હંસા, પ્રિત્યું બંધાણી રે;
ઊડી ગયો હંસ, પિંજર પડી રે રહ્યું— મારો ૨.

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ;
પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં— મારો ૩.




પદ ૧૧.

વાટ જુએ છે મીરાં રાંકડી રે,
ઊભી ઊભી અરજ કરે છે દીનાનાથની.—
મુનિવર સ્વામી મારે, મંદિર પધારો રે;
સેવા કરીશ દિન-રાતડી રે.—
ફૂલના તે હાર ને ફૂલના ગજરા રે;
ફૂલના તોરા ને ફૂલ-પાંખડી રે.—
પય પકવાન વા’લા, મીઠાઈ ને મેવા રે;
ઘેબર જલેબી તલ-સાંકળી રે.—
લવિંગ સોપારી ને પાનનાં બીડલાં રે;
એલચી દોડા ને તજ પાંખડી રે.—