પૃષ્ઠ:Bhajan Sar Sindhu.pdf/૮૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

afdaf

પદ ૨૧.

કાનુડે ન જાણી મોરી પીડ, બાઈ હું તો બાળ કુંવારી રે. ટેક.
જલ રે જમનાનાં અમે પાણીડાં ગયાંતાં વા’લા

કાનુડે ઉડાડ્યાં આછાં નીર, નીર ઊડ્યાં ફરરરરરે. કાનુડે...૧

વૃન્દા રે વનમાં વ્હાલે રાસ રચ્યો વ્હાલા;
સોળસેં ગોપીનાં તાણ્યાં ચીર, ચીર ફાટ્યાં ચરરરરરે. કાનુડે...૨

હું વેરાગણ કાના, તમારારે નામની રે;
કાનુડે માર્યાં છે અમને તીર, વાગ્યાં અરરરરરે. કાનુડે...૩

બાઇ મીરાં કહે પ્રભુ ગિરિધર ના ગુણા વ્હાલા;
કાનુડે બાળીને કીધાં ખાખ, ખાખ ઊડી ફરરરરરે. કાનુડે...૪




પદ ૨૨.

નાંખેલ પ્રેમની દોરી, ગળામાં અમને ટેક.

આની કોરે ગંગા વ્હાલા ! પેલી કોરે યમુના વ્હાલા;
વચમાં કાનુડો નાખે ફેરી રે— ગળામાં અમને. ૧.