પૃષ્ઠ:Bhajan Sar Sindhu.pdf/૮૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પદ ૩૮.

યમુનામેં કૂદ પર્યો, કનૈયો, તેરો યમુના મેં કૂદ પર્યો ટેક

પેસી પૈયારે કાલિ નાગ નાથ્યો, ફન પર નિરત કર્યો— કનૈયો. ૧.
નંદબાવા ઘર નોબત બાજે, કંસરાય દેડકે ડર્યો— કનૈયો. ૨.
માત યશોદા રુદન કરત હૈ, નૈનો મેં નીર ઝર્યો— કનૈયો. ૩.
ટચલી આંગળીએ ગોવર્ધન તોર્યો, ઈન્દ્ર નો માન હર્યો— કનૈયો. ૪.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ, મથુરા મેં વાસ કર્યો— કનૈયો. ૫.




પદ ૩૯.

ઘેલાં અમે ભલે થયાં રે, બાઈ મારે ઘેલામાં ગુણ લાધ્યો.—ટેક.
આટલા દિવસ હરિ જાણ્યા વિનાનું, મન માયામાં બાંધ્યું,
ભવસાગરમાં ભૂલાં પડ્યાં ત્યારે, મારગ મળિયા સાધુ— ઘેલા.
ઘેલાં તો અમે હરિનાં ઘેલાં, નિર્ગુણ કીધાં નાથે,
પૂર્વજન્મની પ્રીત હતી, ત્યારે હરિએ ઝાલ્યાં હાથે— ઘેલાં.
ઘેલાંની વાતો ઘેલાં જ જાણે, ને દુનિયા શું જાણે વળી ?
જે રસ તો દેવતાને દુર્લભ, તે રસ ઘેલાં માણે જરી— ઘેલાં.
ઘેલાં મટી અમે ડાહ્યા ન થઈએ, ને સંતના શરણાં લીધાં,
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, કારજ સઘળાં સીધ્યાં— ઘેલાં.




પદ ૪૦.