પૃષ્ઠ:Bhajan Sar Sindhu.pdf/૮૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

fgff



પદ ૪૪ રાગ ઝીંઝોટીની હોરી.

એસી ચતુર બ્રજનાર, પિયા સંગ ખેલે હોરી.— ટેક.

નવરંગ ઊડત ગુલાલ, સુગંધી કેશર ઘોરી;
રાધેસેં પરશત શ્યામ, શ્યામસેં રાધે ગોરી.— એસી. ૧.

ઊડત અબીલ ગુલાલ, કેશરકી ભરી કટોરી;
રાધે ચલી મુખ મોડ, શ્યામ મેરી બૈયા મરોરી.— એસી. ૨.

જેસે બને નંદલાલ, તેસી બની રાધે ગોરી;
મીરાંબાઈ બલ જાય, અવિચલ રહો યે જોરી.— એસી. ૩.



fdsf