પૃષ્ઠ:Bhajan Sar Sindhu.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
( ૧૪ )
ભજનસારસિંધુ.

અધે તે કાગળ વાંચિયારે, મહેરે તે સુણ્યો કાન ; સુંગાએ ચર્ચા બહુ કરીરે, તેનાં વેદ કરે છે વખાણુ— કાગળ. ૬. અમરાપુરી નિજ ઘાટમાંરે, ત્યાં છે તેને વાસ; કર જોડી આખે કહેરે, એવા દુર્લભ મળવા દાસ

પદ ૭ સાંતીડાનું ભજન

સાંતીડુ જોડીને સમજાવિયે, રૂડા રામના બીજ લઈ વાવિયે ટેક..

દયા-માયાના ડોળિયા પ્રાણી, પ્રેમના જોતર વાળ, પ્રાણી પ્રેમના જોતર વાળ;
રાશ લેજે ગુરૂ જ્ઞાનની તારે, સંત પરોણો હાથ.—
સાંતીડુ જોડીને ૨.

પહેલી ગણ પધોરની પ્રાણી ! કાળના ગૂંડાં કાઢ, પ્રાણી કાળનાં ગૂંડાં કાઢ;
બીજી ગણ બહુનામની તારાં, પાપ સમૂળાં જાય.—
સાંતીડુ જોડીને ૩.

ત્રીજી ગણ ત્રિભોવનની પ્રાણી, ત્રષ્ણા બેડી ટાળ, પ્રાણી ! ત્રષ્ણા બેડી ટાળ;
ચોથી ગણ ચત્રભુજની તારાં, ખેતર આવ્યાં તાર.—
સાંતીડુ જોડીને ૪.

ત્રાટકની આવી વાવણી, ભાઈ ! સત્યની ઓરણી બાંધ, પ્રાણી ! સત્યની ઓરણી બાંધ,
પાંચ આંગળીયે પૂરજે તારે, લાખે લેખાં થાય.—
સાંતીડુ જોડીને ૫.

ઊગીને જ્યારે ઓળે ચઢ્યું, પ્રાણી, વાડની મકર વેલ, પ્રાણી ! વાડની મકર વેલ;
ચારે દિશાએ રાખ સુરતા, એથી પાકશે રૂપારેલ.—
સાંતીડુ જોડીને ૬.

પોંક આવ્યો હવે પાકશે પ્રાણી, મનનો મેડો નાખ, પ્રાણી મનનો મેડો નાખ;
ગોફણ લેજે જ્ઞાનની ભાઈ , પ્રેમના ગોળા ફેંક. —
સાંતીડુ જોડીને ૭.