પૃષ્ઠ:Bhajano ane bhaktipado.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


તું રંગાઇ જાને રંગમાં


સીતારામ તણા સત્સંગમાં,
રાધેશ્યામ તણા તુ રંગમાં,તું રંગાઇ જાને રંગમાં.

આજે ભજશું, કાલે ભજશું,
ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધેશ્યામ,
શ્વાસ ખૂટશે, નાડી તૂટશે,
પ્રાણ નહીં રે તારા અંગમાં.

જીવ જાણ તો ઝાઝું જીવશું,
મારું છે આ તમામ,પહેલાં અમર કરી લઉં નામ,
તેડું આવશે, જમનું જાણજે,
જાવું પડશે સંગમાં.

સહુ જન કહેતા પછી જપીશું,
પહેલાં મેળવી લ્યોને દામ,રહેવાના કરી લો ઠામ,
પ્રભુ પડ્યો છે એમ, ક્યાં રસ્તામાં,
સહુ જન કહેતા વ્યંગમાં.

ઘડપણ આવશે ત્યારે ભજશું,
પહેલાં ઘરના કામ તમામ,પછી ફરીશું તીરથ ધામ,
આતમ એક દિન ઊડી જાશે,
તારું શરીર રહેશે પલંગમાં.

બત્રીસ જાતનાં ભોજન જમતાં,
ભેળી કરીને ભામ,એમાં ક્યાંથી સાંભરે રામ,
દાન-પુણ્યથી દૂર રહ્યો તું,
ફોગટ ફરે છે ઘમંડમાં.

રંગ રાગમાં ક્યારે રટાશે,
રહી જશે આમ ને આમ,
માટે ઓળખ તું આતમરામ,બાબા આનંદ હરિ ૐ અખંડ છે,
ભજ તું શિવના સંગમાં.