પૃષ્ઠ:Bhajano ane bhaktipado.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


સદ્‌ગુરુ... તમે મારા તારણહાર



સદ્‌ગુરુ... તમે મારા તારણહાર, હરિગુરુ તમે મારા તારહણહાર (૨)
આજ મારી, રાંકને અરજું રે, ખાવંદ ધણી સાંભળજો ગુરુજી... હો... જી...(ટેક)


કેળે રે કાંટાનો હંસલા, સંગ કર્યો ગુરુજી(૨)
કાંટો કેળું ને ખાય(૨)
⁠આજ મારી રાંકની...

આડારે ડુંગર નેવચમાં, વન ઘણા ગુરુજી. (૨)
એ જી રે આડી કાંટા કેરી વાડ(૨)
⁠આજ મારી રાંકની..

ઊંડારે સાયરનેહંસલા, નીર ઘણાં ગુરુજી(૨)
એજી બેડી મારી કેમ કરી ઊતરે પાર(૨)
⁠આજ મારી રાંકની...

ગુરુના પ્રતાપે ડુંગરપુરી બોલીયા ગુરુજી(૨)
હે દેજો અમને સાધુ ચરણે વાસ(૨)
⁠આજ મારી રાંકની...