પૃષ્ઠ:Birbal Vinod.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૨
બીરબલ વિનોદ.

હતી. વાત પરથી વાત નીકળતાં બેગમે પૂછ્યું “કવિશ્રી ! સંસારમાં પુરૂષો વધારે કે સ્ત્રીઓ ?”

બીરબલે તરતજ જવાબ આપ્યો “હુઝૂર ! સ્ત્રી પુરૂષ સરખી સંખ્યામાં જ છે, પરંતુ (ત્યાં ઉભેલા એક ખાજાસરા તરફ આંગળી બતાવી ) આ લોકોએ હીસાબમાં ભારે ગોંટાળો કરી મૂક્યો છે. જો સ્ત્રીઓની સંખ્યા ગણવામાં આવે, તો આ લોકો સ્ત્રીઓ તરીકે પેસી જાય છે અને જો પુરૂષોનું વસ્તીપત્રક બનાવવામાં આવે, તો પુરૂષ તરીકે પોતાને ઝાહેર કરે છે.”

આ જવાબ સાંભળી બાદશાહ અને બેગમ બન્ને ખુશ થયા અને ખોજો બીચારો લજ્જિત બની ત્યાંથી ચાલતો થયો.

વાર્તા ૪૭.

તંબાકુ ગધા નહીં ખાતા.

બાદશાહ અને બીરબલ એક દિવસે સંધ્યા વેળા મહેલની અગાશી ઉપર ઉભા ઉભા સૃષ્ટિસૌદર્ય નિહાળી રહ્યા હતા; એવામાં બાદશાહની નઝર તંબાકુના ખેતરમાં ઉભેલા ગધેડા ઉપર પડી. બીરબલ તંબાકુ ખાતો હતો અને બાદશાહ પોતે નહીં ખાતો હોવાથી તેણે કહ્યું “બીરબલ ! જુઓ, તંબાકુને ગધેડો પણ નથી ખાતો.” તરતજ બીરબલે જવાબ આપ્યો "હુઝૂર ! એવાઓએજ આનો ત્યાગ કર્યો છે !!"

આ દંતભંજક જવાબ સાંભળી બાદશાહ હસી પડ્યો અને બીરબલની હાઝર જવાબીના વખાણ કરવા લાગ્યો.