પૃષ્ઠ:Birbal Vinod.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૩
બેટી દે, પોતા દિલા દો.

બાદશાહ નિરૂત્તર બની ગયો અને ચોબાજીની હાઝર જવાબીની પ્રશંસા કરી ઘણું ઈનામ આપ્યું.

વાર્તા ૧૨૮.

બેટી દે દો, પોતા દિલા દો.

એક પ્રસંગે બાદશાહ અને બીરબલ ઘોડાઓ પર સવાર થઈ ફરવા નીકળ્યા. રસ્તામાં વડનું એક મોટું ઘટાદાર ઝાડ જોઈ બાદશાહે કહ્યું “બીરબલ ! કેસા સુંદર બર (વડ અથવા વર) હે?”

બીરબલ તરતજ બોલી ઉઠ્યો “હુઝૂર ! બેટી દે દો.”

બાદશાહ એ ઉત્તર સાંભળી ચુપ થઈ ગયો. આગળ ચાલતાં એક મોટું મકાન આવ્યું એટલે, બાદશાહે કહ્યું “બીરબલ ! યે મકાન કિત્ના ઉમ્દા હે, પરન્તુ મેલા હો રહા હે ! ! ”

બીરબલે ઉત્તર આપ્યો “હુઝૂર ! સચ હે, આપ પોતા દિલવા દો.”

('પોતા દિલવા દો’ એટલે ચૂનાવડે ધોળાવી દો. પરન્તુ બીરબલે પ્રથમ જે ઉત્તર આપ્યો હતો, તેની સાથે પણ આ વાક્ય સંબંધ ધરાવે છે અને તે આધારે તેનો અર્થ પૌત્ર તરીકે લઈ શકાય.)

બાદશાહ બીરબલે કરેલી મસ્ખરીથી ઘણોજ પ્રસન્ન થયો અને કહેવા લાગ્યો “ બીરબલ ! દરેક વાતને વિનોદનું સ્વરૂપ આપવાની તારામાં ખરેખર અજબ શક્તિ રહેલી છે.”