પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બનાવવા વાસ્તે વિદ્યા હુન્નર વધારવા પુષ્કળ ધનની યાહુતી આપી પ્રજાને સુખરૂપ બનાવી દારૂ વ્યભિચાર, ગોવધ, સતી થવાનો, ગુલામ કરવાનો અને જજીઆ વેરો વગેરેના દુષ્ટ રીવાજો બંધ કરી પ્રાચીન ગ્રંથોના તરજુમાં ન્યાયના પુસ્તકો વગેરે લખાવી તેમજ કૃષિકાર વિદ્યા ગણિત, કાવ્યાદિક અનેક પ્રાચીન વિદ્યાને પુનઃ સજીવન કરી આર્યભૂમિને દીપાવી.

પ્રતાપી અકબરની દરબારમાં બીરબલ, ફઇજી, અબુફજલ, તાનસેન, ગંગકવિ, જગન્નાથ પંડિત વગેરે ઘણાજ હુંશીઆર કવીઓ અને બુદ્ધિમાન પુરૂષો શોભતા હતા. આવા મહાન પુરૂષોનો યોગ્ય સત્કાર કરી તેમની સાથે નિરંતર આનંદમાં કાળ ક્રમણ કરતો હતો. તે યવન છતાં સુર્યનો ઉપાસક હતો, એટલુંજ નહી પણ દરરોજ સુર્યના દર્શન કરી હાથમા માળા લઇ સુર્યનો પાઠ કર્યા પછી જ જમતો હતો. આહા ! સતસંગની કેવી બલિહારી છે !

એ શુરવીર ગુણવંત અને સરસ્વતિ મંદીરના દેવ રૂપ દેવાંસી નરને આજે પણ સર્વ કોઇ યાદ કરી હાલના વખતના કુબુદ્ધિવાળા રાજાઓને ધીકારે છે. એવો આ મુગલ કુલ દીવાકર અકબર બાદશાહ પણ પોતાના પુત્ર જહાંગીરને રાજ સોંપી આખરે ૬૨ વરસની વયે આ ફાની દુનીઆનો ત્યાગ કીધો.