પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રમાણે ઉત્તર સાંભળી શાહ તેના હાજરજવાબી માટે ઘણોજ ખુશી થયો અને તે બદલ સુંદર વસ્ત્રલંકાર આપી પુર્ણ સન્માન વડે સંતોષી રજા આપી અને તે આનંદવડે પોતાને મુકામે આવી પતીને પગે લાગી બનેલી બીના વીદીત કરી તેથી બીરબલ પણ અત્યાનંદ પામ્યો.


-૦-