પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચુપચાપ ચાલતી પકડી. વાટે ચાલતા શાહે બીરબલને કહ્યું કે, 'કેમ બીરબલ ! તેં જોયું ? મુસલમાનની જાત કેવી સંપીલી છે ? પોતાની જાતની સ્ત્રીની ઠઠા કરનારનો કીનો લેવા હાથમાં લાકડી અને તરવારો લઇને કેવા દોડી આવ્યા !'

બીરબલ--કીબલે આલીમ ! હું તમને પહેલાજ કહી ચુકો છું કે,માણસ માત્રને પોતાની ભુલ પોતે જોઇ શકતો નથી,જેમ તમારી જાતના વખાણ કરો છો તેમ તેની સાથે તેની મુર્ખાઇને પણ ધીકારતા જાઓ, આપ હીંદુઓને તદન હીચકારા અને કુસંપી કહેતા હતા. પણ તેઓ વખત વીચારીને વર્તનારાં છે, જો તેઓએ ડહાપણ વાપર્યા વગર મુસલમાનોની પેઠે ધાંધલ મચાવી હજારો લોકોને ભેગા કર્યા હોતતો કોની આબરૂ જાત ! જેમ બીબીએ હાથે કરી પોતાની ફજેતી કરાવીને હલકાઇ કરાવી તેમ વાણીઆણીએ ન કરાવતા પોતાની આબરૂનું રક્ષણ કરયું છે. આબરૂ ગુમાવી બહાદુરી બતાવનારને બહાદુર કોણ કહેશે ? નીતી રીતીનો ત્યાગ કરી બધાઓ એકઠાઓ થઇ બીજા ઉપર હુમલો લઇ જનારાઓને શું ન્યાયદર્શક પુરૂષો કદી પણ વખાણશે ? આપજ વીચાર કરીને કહો કે વાણીઆ ડાહ્યા કે મીયાંભાઇ ડાહ્યા ?

શાહ--બીરબલ ! આ દાખલા ઉપરથી એમ સીદ્ધાત થાય છે કે, હીંદુ કોમ ઘણી ડહાપણવાલી અને વીચારવંત છે એમાં તો જરાએ શક નથી ? અને તરકની બુદ્ધી પોતાને હાથે પોતાનું માથું કપાવે તેવી છે. તેઓ સારાસારનો વીચાર કરનાર નથી પણ કેવલ મુર્ખ છે. આ ઉપરથી મારી ખાત્રી થઇ છે કે વાણીઆ બુદ્ધી અને તરક બુદ્ધી વચ્ચે આસમાન જમીન જેટલો તફાવત છે. આમ વાતો કરતાં બંને જણ પોત પોતાને ઠેકાણે ગયા.

-૦-