પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઘણોજ વખત લાગ્યો. પછી બીજી વસ્તુ લેવા ગયો. ત્યાં મને જણાયું કે, આપેલી પુરી થઇ હતી તેથી મને બીજી વસ્તુ મળવી કઠણ હતી. તેથી માત્ર હું અકલ લઇને પાછો ફર્યો આપ પોતે તો પહેલા રૂપ, પછી દ્રવ્ય લેવા ગયા તે આપને મળ્યું. મને રૂપ લેવા અવકાશ ન મળવાથી હું કાળો રહ્યો.

બીરબલનું આવું યુક્તીદાર બોલવું સાંભળી શાહ આનંદ પામ્યો. તે મનમાં સમજી ગયો કે બીરબલે પોતાના અકલવાન બનાવી મને રૂપનું પુતળું બનાવ્યો છે. દરબારીઓ પણ બીરબલ નો આ ખુલાસો સાંભળી આનંદ પામ્યા. પણ પોતે બીરબલને જોઇ હસ્યા હતા તેથી શરમને લીધે નીચેથી ઉંચે જોઇ ન શક્યા. બીરબલે પોતાની હુશીઆરીથી તેમને પોતાને વશ કરી લીધા હતા.


-૦-