પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાઘડી ઉપર હાથ ફેરવી પીછું તપાસવા લાગો. આ તેની કરણી કોઇના ધ્યાનમાં નહોતી, પણ બીરબલે તો દરેક નોકરોના ઉપર પોતાની બારીક નજર રાખી શું ચમત્કાર બને છે તે જોયા કરતો હતો. જેવો તે ચોર વારંવાર પોતાની પાઘડી પર હાથ ફેરવતો હતો તેવોજ બીરબલે તે ચોરનો હાથ પકડી ચાબકાનો માર મરાવી અપરાધ કબુલ કરાવ્યો. કહ્યું છે કે બુધે જાર બાજરી, બુધે નાર પાંસરી, બુધે ડોબું દોવા દે, અને બુધે છોકરૂં છાનું રહે. એ વાતની ખાત્રી મેળવી અને કચેરી સમક્ષ ગુન્હેગારે તે પક્ષી માર્યા વીશેનાં કારણો તથા મુદ્દા રજુ કીધા. આ પ્રમાણે અજબ ચતુરાઇથી ચોરને પકડીઓ તે કારણથી બીરબલની દેશ પ્રદેશમાં અધીક કીરતી પસરી.

સાર - બુદ્ધીવંત પુરૂષની ખુબીના ખેલનો ચીતાર આ વાત ઉપરથી સ્પષ્ટ જણાઇ આવે છે.


-૦-