પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


વારતા ત્રીસમી.
-૦:૦-
ચમત્કૃતિ ભરેલો પશ્ન.
-૦:૦-

બાદશાહે બીરબલને પુછ્યું કે, 'તમારો મહામંત્ર કયો ? બીરબલે કહ્યું કે, 'હજુર ! ગાયત્રી મંત્ર'. શાહે પુછ્યું કે 'તમે ગાઇ પુજક છો તો પછી ગાઇના ચામડાના જોડા કેમ પહેરો છો !' બીરબલે કહ્યું કે. 'સરકાર ! બ્રાહ્મણના પગમાં ૬૮ તીર્થનો વાસ છે તેથી તે પગોનો એને ગોચર્મનો યોગ થવો યોગ્યજ છે, કારણકે તે બંનેના સંગમથી અધીક તીર્થનો મહીમા વધેછે અને તીર્થનું તે વડે રક્ષણ થાય છે, માટે તેમ કરીએ છીએ.' આ યુક્તી સાંભળી શાહ ખુશી થયો.


-૦-