પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આપનો હુકમ થવો જોઇએ તો તે પાતરો તથા ખાનપાનની ચીજોની આસપાસની જગા પવીત્ર કરવા નિયમ પ્રમાણે પાણી છાંટ્યું.' શાહે બીરબલની માંગણી કબુલ રાખવાથી બીરબલે તરત જળપાત્ર હાથમાં લ‌ઇ, ખીસામાંથી સુવરના વાળની પીંછી આખું મંડળ જુએ તેમ કાઢી તે પીછી વડે પીરસેલા ભોજનની આસપાસ પાણી છાંટવા માંડ્યું. આ કામ પોતાના ધર્મ વિરૂદ્ધ થયેલું જોઇ જમવાને આવેલા તમામ મુસલમાનો ખીજવાઇ જ‌ઇને બીરબલને આડીઅવળી વાતો સંભળાવી તીરસ્કારથી બહાર હાંકી કાઢી રાંધેલા ભોજન નાંખી દેવરાવવા મકાન પવીત્ર કરાવવા અને ફરીથી નવા પકવાનો રંધાવવાની દોડધામમાં મચી પડ્યા. પ્રથમથીજ વચનથી બંધાઇ ગયા હતા તેથી નીરૂપાય બની શાહ ગુપ ચુપ જોયા કરતો હતો, પછી તેનો ઉપાય શો ? આ બનાવ બન્યા પછી શાહે ફરીને કોઇ પણ દીવસે બીરબલને જમવાની ફરજ નહીં પાડવાનો ઠરાવ કરી બીરબલની અથાગ શક્તિના વખાણ કરવા લાગ્યો.


-૦-