પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાજાને શીક્ષા કરવાને સમર્થ નથી, તેથી તે બધાથી મ્હોટું છે.' આ પ્રત્યક્ષ દાખલો જોઇ શાહને ખાત્રી થઇ. અને બીરબલની આવી ચતુરાઇ જોઈ, શાહે તે બાળ રાજાને અને બીરબલને ઉત્તમ આભુષણો આપી તે બંનેને મોટા માનની સાથે દરબારમાંથી વીદાય કર્યા.

સાર--જો પોતામાં બુદ્ધિબળ હોય તોજ મ્હોટાઓની સાથે વિવાદમાં ઉતરવું.


-૦-