પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૪
પ્રેમાનંદ

ચંદન ચંપક ચારોળી ને, વટ વાળો વેલડીજી;
ફણસી ફોફળી, ને શ્રીફળી, આંબા સાખ સેલડીજી;
બીલી કોઠી દ્રાખ દાડમી, નારંગીને નેત્રજી;
અખોડા ખજુરને લવંગલતા, બહુ ખારેકના ખેત્રજી.
શીતળા જળાશયા કમળ કેતકી, કુસુમપૂરણ કુંજજી;
માલિઆગરા મોગરા માલતી, ખટપદ ગુંજાગુંજી.
વેલ વળી એખરો કળી, શીતલા વાય સમીરજી;
વયણ પંખી રયણ બોલે, ડોલે રાજા ગીરજી.
સાગ શીશમ ને શરગવા, સાદડીયા તાલ તમાલજી,
કરેણ કામ બાબચી બદ્રિકા, જાવંત્રી જાયફલજી.
વાડ વાટિકા વંક વોલામણી, કેળ વંન બીજોરીજી;
બેલડીએ સાહેલડી વળગી, હીંડે ગુણવંત ગોરીજી.
તે વનમાંહે હું ગયો ને, હવો તે હર્ષ પૂર્ણજી;
વૃક્ષજૂથમાં પેસી બેઠો, ગોપવીને ચર્ણજી.
દાસી સર્વ થૈ નિદ્રાવશ, ઇંદુ આવ્યો માથેજી;
દમયંતીએ દ્યુત આરંભ્યું, માધવી સઅખી સાથેજી.
તેણે સમે મેં તમો વર્ણવ્યા, શ્યામાએ ધરીઆ શ્રવણજી;
ઉઠી બાળી અટાળીએ આવી, જોતી નેત્રે તીક્ષ્ણજી.
પાસે દાસી બંન્યો રાખી, ચતુરા કોદશ ભાળેજી;
આવનમાં કોઇ જન આવ્યો છે, બોલી કરે આ કાળેજી.

વલણ

આ કાળે બોલી કોણ કરે છે, જુએ વનમાં ફરી ફરી રે;
હંસા કહે હું હવો વિસ્મય, શુંવખાણું એ સુંદરીરે.

કડવું ૧૫ મું – રાગ ધનાશ્રી

ભૂપ મેં દીઠી ગર્વઘેલડી, સખી બે મધ્ય ઊભી અલબેલડી;
કડળી જુગલ સાહેલડી, વચ્ચે વાઇડરભી કનકની વેલડી.

ઢાળ

વેલ જાણે હેમની, અવેવ ફૂલે ફૂલી;
ચકિત ચિત્ત થયું માહરું, ને ગયો દૂતત્વ ભૂલી;