પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૫
નળાખ્યાન

હું તો દૂત છું દેવતા તનો, પાળું છું આચાર આપણો;
તારું પૂર્વ જનમ્નું પૂન્ય, ભાગ્યમાંહિ કાંઇ નથી ન્યૂન.
જે દેવદૂતા ઘેર આવ્યો, કોદવર્ધન વારતા લાવ્યો;
અળગું કરોને અંતરપટ, કરું વાત આણીને ઉલટ.
અમો રૂપ કોટાનકોટ ધરું, તજી સ્વારથ પરમાર્થ કરું;
સાંભળીને બોલા રસાળા, પટ તજીને નીસરી બાળા.
પરિસ્વેદ મુક્તા રહ્યાં ટબકી, બહાર નીસરિ વીજલી ઝબકી;
હિંડતાં હાલે જ્યમ દ્રુમવેલી, નળ નિકટ ગઇ ગર્વ ઘેલી.
તારુણીનો પ્રતાપ ન માયો, ઝબકારે નળ ઝંખવાયો;
દીઠી મદપૂરણ મતંગી, નળ તકિયે બેઠો ઉઠંગી.
દ્યુધિર ઝાંઝરની ઝણઝણતી, પગને અંગુઠે પૃથ્વી ખણતી;
કર દીધો છે ગળસ્થળે, એવી નારી દીઠી નળે.
પ્રેમે પ્રેમે થયં બે ભેળાં, મોહ્યો મહીપતિ દેખી મહિલા;
સત્યવાદિએ સત્ય જ રાખ્યું, મનથી પરણવું કાઢી નાખ્યું.
રખે ઇંદ્ર નારીને નરખે, નળ મન પાછું આકરખે;
બેઠો આસને આસન વાળી, માંડી વાત તે સત્ય સાંભળી.
પરમારથે દેવની વતી, ગોષ્ટિમાંડી છે નૈષધપતી;
અહો લલિતા અંબુજ્લોચની, સુખ્વર્ધનિ દુઃખમોચની.
બેસો આસને લજ્જા છાંડી, પૂછું વાત કહો મુખ માંડી;
કન્યા કહે કહો જે કહેવું, મુને ઘટે છે ઉભાં રહેવું.
પરા પુરુષ બેઠાં કેમ બેસું, જાણે નળ તો કહેશે એ શું;
વારુ થયું જે તમે મળીયા, શું નૈષધ્નાથે મોકલીયા.
વળી કહોને કહાવ્યું જેહ, સાંભળવા ઇચ્છું ચું તેહ;
વળતા બોલ્યા વીરસેનસુત, નહિ હું નળનો દેવનો દૂત.
 નળ નળ મુખ શું ભાખે, તજી સુધા વિષ કાં ચાખે;
તજી સ્વજન શત્રુને કેમ મળીએ, મૂકી ચંદન કાં વળગે બાવળીયે.
તજી રથા કોડી કો આને, તજી અમ્ગદળ મહીષ પલાણે;
તજી ધેનુ અજા કો બાંધે, તજી સાળ કિસકા કોણ રાંધે.
માટે હું છૌં તારો નેગીયો, દએવ તેજપુંજ નળ આગીયો;
ઘેલી નળ માનવ શા લેખે, અમરને તું કાં ઊવેખે.