પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૮૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૭૧
શૃંગાર.

ગરબી ૯ મી.

હું શું જાણું જે વ્હાલે મુજમા શું દિઠ્યુ
વારે વારે સામું આવે મુખ લાગે મીઠું. હું શું જાણું જે
હું જાઉં જળ ભરવા ત્યાં પુંઠે પુંઠે આવે;
વગર બોલાવ્યો વ્હાલો બ્હેડલું ચડાવે. હું શું જાણું જે
વઢું ને તરછોડું તોયે રીસ ન લાવે;
કાંઇ કાઇં મીષે મ્હારે ઘેર આવી બોલાવે. હું શું જાણું જે
દૂરથકી દેખી વ્હાલો મુને ડોડ્યો આવી દોટે;
પોતાની માળા કહાડી પેરાવે મ્હારી કોટે. હું શું જાણું જે
મુને એકલડી દેખી ત્યાં મ્હારે પાવલે લાગે;
રંક થઇ કાંઇ કાંઇ મ્હારી પાસે માગે. હું શું જાણું જે
મુને જ્યાં જ્યાં જાતી જાણે ત્યાંથી એ આવી ઢૂંકે;
બેની દયાનો પ્રીતમ મ્હારી કેડ નવ મૂકે. હું શું જાણુ જે.


ગરબી ૧૦ મી.

હવે હું સખી નહીં બોલુંરે, કદાપિ નંદકુંવરની સંગે;
મુંને શશિવદની કહીછેરે, ત્યારની દાઝ લાગી છે અંગે. હવે.
ચંદ્રબિંબમાં લાંછન છે વળી, રાહુ ગળે ખટમાસેરે;
પક્ષે વધે ને પક્ષે ઘટે કળા પૂરણ, નિત્ય તે નવ પરકાશે. હવે.
તે કરતાં ચંદ્રવદની કહી તો ઠર્યાં, હું ને ચંદ્ર એકરાસેરે;
ત્યારે મુજ મુખ પાખે શું અટક્યું, છે જોશે ચંદ્ર આકાશે. હવે
નહિ તો શિવને સમીપ રાખશે ને, ભાલે ચંદ્ર દેખાશેરે;
પ્રસંન થઈ પાસે રહેશે નહિ તો, કહેવાય નહીં નિજ દાસે. હવે
એવડો શ્રમ પણ શીદ કરે જુઓ, ચંદ્ર પોતાની પાસે;
વામ ચરણમાં ઈંદુ અચળ છે, શીદ રહે અન્યની આશે. હવે.
દયાના પ્રીતમને કહેસખી જુઓ, શશિમુખ સરખુંસુખ પાસે;
કોટી પ્રકારે હું નહીં આવું, એવા પુરુષની અડાસે. હવે.

ગરબી ૧૧ મી.

કાળજડું કોર્યું તે કોને કહીયેરે, ઓધવ છેલ છબીલડે. ટેક
વેરી હોયે તો વઢતારેં ફાવિયે, પણ પ્રાણથી પ્યારો એને લહીયેરે! ઓધવ.
ધીકિયે ઢાંક્યા તે કહે નવ શોભિયે, ડાહ્યાં શું વાહ્યાં ન્હાને છઇયે રે! ઓધવ.