પૃષ્ઠ:Chitra Darshano - Gu - By Nhanalal.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨
ચિત્રદર્શનો
 

સાદાઈ અને સરલતાની સૌમ્યમૂર્તિ,
ઉન્માદ ને અત્યાચારના અરિ હતા.
વસન્તના વાયુ વાય,
ફળે, ને સહકાર નમે:
સંસારનાં સદ્‍ફળ ફળતાં
તેમ તેમ ત્‍હમારી ડાળે નમતી :
સન્માનથી સર્વદા ત્‍હમે વિનયી થતા.
અમારી નિત્યે કલ્યાણકામનાવાળા,
શિષ્યોના નિરન્તર હેતના લોભી,
વિદ્યાર્થીઓની વાતના વિસામા હતા.
બ્રહ્મચારીને બ્રહ્મચર્ય બોધતા,
ગૃહસ્થાશ્રમીને ગાર્હસ્થ્ય-ધર્મ શીખવતા :
પ્રેરણાથી પ્રકાશતી એ વાણી હતી.
દેવમન્દિરમાં યે દેવકથા કરતા,
પુરાણ-વાર્તા નવઉત્સાહે લલકારતા,
સધુસન્તો યેર સુણી સત્કારતા તમ વેણ.
પંચેન્દ્રિયો અખંડ પંચ વર્તમાન પાળતી.
એકાદશીનાં જાગરણ ઉપવાસ ધૂન નીરખી
સુફી અને અગમ્યવાદીઓ સાંભરતા.
ત્‍હમારા વતન ફરતાં વનમાંના
મહાઘોષમાં શાર્દૂલની ગર્જના સમોવડો
ત્‍હમારો ઉપદેશ ગાજતો.
લક્ષ્મીજીએ કુંકુમચન્દ્રકે