પૃષ્ઠ:Dadajini vato - Full version.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


નુગરો: ગુરુ વિનાનો
પડો વજડાવવો: ઢંઢેરો ટિપાવવો
પાટકે: આથડે
બાજંદો: બાહોશ
બાનડી: દાસી
બાબરકાં: ટૂંકા વાળ
બૂરવું (સમુદ્ર, કૂવો): ડૂબી મરવું
બેલાડ્યે બેસાડવું: ઘોડા ઉપર એક અસવારની પાછળ બીજો બેસે, તે બેલાડ્ય બેઠેલ કહેવાય
ભરફોડિયો: હલકી જાતનો સર્પ
ભંડારવું: દાટવું
મનખો: મેદની
માણેકલટ: ઘોડાના કપાળ પર ઝૂલતા વાળનો ગુચ્છ
માલીપા: માંહે
મીંઝરી: માંઝરી
મીંદડી: વહાણનું લંગર
મેલડી: એ નામની આસૂરી દેવી
મોકળા: છૂટા
મોવાળા: વાળ
રવદ: શરત


રામરામિયું: રામ રામ
રોંઢો: મધ્યાહ્ન પછીનો નાસ્તો
લાળ્ય: પોકાર (શિયાળના)
લીલાં કંઝાર: લીલાંછમ
વધેરવું: કાપવું
વાટપાડિયા: માર્ગમાં લોકોને સતાવનારો
વાઢાળો: સરાણિયો
વીવા વાઝમ: વિવાહ ઇત્યાદિ મંગળ અવસર
વેણ્ય: પ્રસૂતિ સમયે પેટની પીડા
સફરા (નદી): ક્ષિપ્રા (ઉજ્જૈનને પાદર)
સમદરપેટો: સમુદ્ર-શા ઉદાર હ્રદયવાળો
સાંબેલા રોડવવાં: ગપ્પાં મારવાં
સ્વાત: સ્વાતિ (નક્ષત્ર)
સોથ: નાશ
હમેલ્ય: ખભે રાખવાનો સોનેરી પટો
હરડિયો: ગળાનું હાડકું
હોડ: શરત