પૃષ્ઠ:Dasi Jivan Lekhan.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


વાલા વિના મંદિર ખાવા ધાય

વાલા વિના મંદિર ખાવા ધાય, ધોખા કોના ધરીયે રે,
કોની આગળ જઈ કરગરીયે, કહોને રે કેમ થાય. વાલા

વે્રહને બાણે મારું મનડું વિંધાણુ, કોઈની આગળ ન કહેવાય,
તમ વિના મારો જીવ બહુ તલખે, ક્ષાણ એક નવ ખમાય. વાલા

નશાય કામણીયા કીધા નંદજીના લાલે રેજડી બુટીેેસે નવ જાય,
મોઠુંડો મોહન મારે મોલ પધારે તો, તનડામા ટાઢક થાય. વાલા

સમજાવી કે જો કોઈ શામળા વાલાને, દાસી દુ:ખી બહુ થાય,
તમારા મેણા મારા શિર પર ધરંુ તો, ધોખા કરે મરદાય. વાલા

વ્રજની નારી ગોકુળ ધેલી કીધી રે, જપતા જંપ નવ થાય,
માતા જશોદા કંુવર કાનને મેલો, નહીતો મરીયે મહા વિખ ખાય. વાલા

ત્રિકમ આવ્યે મારી તરસ ટળે ને, પ્રીતમ પ્રેમરસ પાય,
દાસી જીવણ સત ભીમકા ચરણા, નાથજી વિના ન નભાય. વાલા