પૃષ્ઠ:Dayaram Lekhan.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


શું જાણે વ્યાકરણી

શું જાણે વ્યાકરણી ? વસ્તુને શું જાણે વ્યાકરણી ?
મુખ પર્યંત ભર્યું ધૃત તદપિ સ્વાદ ન જાણે બરણી

સુંદર રીતે શાક વઘાર્યું ભોગ ન પામે ભરણી
અંતર માંહે અગ્નિ વસે પણ આનંદ ન પામે અરણી

નિજ નાભિમાં કસ્તુરી પણ હર્ષ ન પામે હરણી
દયો કહે ધન દાટીને જ્યમ ધનવંત કહાવે નિર્ધણી