પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૩૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






૬૪
દેશી રાજ્યો

દેશી રાજ્યોમાં ચાલતા સત્યાગ્રહોની જે મોકૂફી જાહેર કરવામાં આવી છે તે મોકૂફીનો પૂરો લાભ જો લોકો ઉઠાવવા ઇચ્છતા હોય, તો એ મોકૂકીનો સ્પષ્ટ અર્થ સમજી લેવો એ જરૂરનું છે. મોકૂફીનું અણધાર્યું નહિ એવું એક પરિણામ એ આવ્યું જણાય છે કે, કેટલાંક રાજ્યો પોતાના વલણમાં વધુ કડક બન્યાં છે અને મોકૂફી અગાઉ કદાચ મનમાં નહિ આણ્યું હોય તેવું દમન ચલાવવા લાગ્યાં છે. જ્યાં આમ બની રહ્યું છે ત્યાંના લોકોએ નાસીપાસ થવાનું કારણ નથી. એવી જગાએ દમન પોતે જ સત્યાગ્રહની તાલીમ થઈ પડવાનું છે, જેમ વણમાગી લડાઈ સૈનિકને તાલીમ આપે છે.

સત્યાગ્રહીઓ દમનનાં કારણો શોધી કાઢે. તે જોશે કે દમનનો ભોગ થનારા લોકો જોરજુલમના સહેજ દેખાવથીયે ત્રાસી ઊઠે છે અને દુઃખસહન તથા આપભોગની તૈયારી વિનાના હોય છે. તો પછી સત્યાગ્રહનો પહેલો કક્કો ઘૂંટવાનો આ જ વખત છે. જેમને આ અજોડ બળની લગારે પિછાન થઈ છે તેઓ પોતાના પડોશીઓને નબળાઈથી અને લાચારીથી નહિ પણ બહાદુરીથી અને સમજપૂર્વક રાજ્યના દમનને સહન