પૃષ્ઠ:Deshi Rajyono Prashna.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
દેશી રાજ્યોનો પ્રશ્ન

કાઠિયાવાડીનો દ્વેષ હોય તેનાથી થાય જ નહિ. પણ કોઈ કાઠિયાવાડદ્વેષી મારું અનુકરણ કરીને એવી ટીકા કરે તો તેથી શું થયું ? તેથી જે ખટપટી નથી તે તે શાંત રહેશે ને હસશે. જે ખટપટી છે, વાચાળ છે, તેને સાચું સાંભળતાં ક્રોધ શાને આવે ? દુશ્મન આપણા દોષ જુએ તેટલા મિત્ર નહિ જુએ. મિત્રના પણ દોષ જેવા ને તેમ છતાં તેની ઉપર પૂર્ણ પ્રેમ રાખવો એ તો સત્યાગ્રહનો ખાસ વિષય છે, ને તે મહામુશ્કેલીથી જ કેળવી શકાય છે. એટલે સામાન્ય રીતે એમ કહી શકાય કે, જેટલા પોતીકા દોષ આપણે દુશ્મન પાસેથી જાણી શકીએ તેટલા મિત્ર પાસેથી નહિ જાણી શકીએ. તેથી કાઠિયાવાડીઓને મારી ભલામણ છે કે તેમણે દુશ્મનની ટીકા વિનયપૂર્વક ને આદરપૂર્વક સાંભળવી, વિચારવી, ને તેમાં જેટલું સત્ય હોય તેનું ગ્રહણ કરવું.

મારી ટીકાનું અનુકરણ બીજા કરે તેથી હું ટીકા કરતો બંધ થાઉં, એવું તો કોઈ ન જ ઇચ્છે. વળી કાઠિયાવાડીની ટીકા કરી હું તો ગુજરાતીમાત્રને વાચાળપણું ટાળી કામ કરતા થઈ જવા કહી દઉં છું. કાઠિયાવાડીઓ મને ખાસ પોતીકો ગણે ! મારી ટીકા તે સાંભળે, તેનો સાર ખેંચે. બીજાનું ન સાંભળે પણ મારું તો સાંભળે, એવું મારા મનમાં કાઠિયાવાડીઓને વિષે કંઈક અભિમાન પણ ખરું. પણ હું કાઠિયાવાડ અને ગુજરાત વચ્ચે ભેદ ગણતો નથી. બન્ને ગુજરાતી જ છે. કાઠિયાવાડ નાનું ગુજરાત છે. ગુજરાતમાં કાઠિયાવાડ, કચ્છ વગેરે મેળવો એટલે મહાગુજરાત થયું. મહાગુજરાત એ હિંદુસ્તાનનું એક નાનું અંગ છે; તે અંગની ભાષા હું વધારે જાણું છું; તે અંગ મને વધારે ઓળખે; તેથી તેને કડવું