પૃષ્ઠ:Devanand Swami Lekhan.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


સુંદર શ્રીઘનશ્યામની રે ચાતુરતા ચિત્તચોર

શરદ પૂનમની રાતડી, અને રચિયો મનોહર રાસ,
સ્વામી ખેલે શ્રીજી ખેલે, સાથે સંતો ભક્તો ખેલે.
આનંદે ઉમંગે ખેલે રે,
ધિનક ધિનક ધિન... ધિન ધિન ધા,
રંગ રંગ ઉછરંગે ખેલે,
ધિનક ધિનક ધિન... ધિન ધિન ધા,

હૈયું હરખે ભક્તિ હેલે, શરણાયુંના સૂરો રેલે.
ખેલે મનભર રાસ (૩)

સુંદર શ્રીઘનશ્યામની રે ચાતુરતા ચિત્તચોર,
મધુર વચન મુખ બોલની રે, જાદુ ભરિયલ જોર હો બેની...

કેસર કુમકુમ અંગમા રે, ખાસી ચંદન ખોર,
પેચ ઝૂકેલા પાઘમાં રે, શોભિત નવલ કિશોર હો બેની... ૧

હરિજન એ છબી હેતમાં રે, નીરખત હૈ નિશભોર,
કોટી જનમ અઘઓઘને રે, કાપત કર્મ કઠોર હો બેની... ૨

ચલતી:
રસિયોજી રમે રે રમે રે, રાસ રમે રે,
હે... વા’લે પલવટ નૌતમ વાળી, લેવે હાથતાલી,
કે મનડાને ગમે રે ગમે રે, રાસ ગમે રે...
હે... કોડે કોડે રમે કેસરિયો, વા’લો રંગભરિયો,
કે ચિત્તડાને હરે રે હરે રે, રાસ રમે રે...

ચરણકમલ રસ ચાખતા રે, મગન ભમર મનભોર,
દેવાનંદ કહે દિલમાં રાખું, મૂર્તિ મદ મદ તોર હો બેની... ૩

ચલતી:
ગગન ચંદપ્રકાશ સુંદર, લલિત જલકી લહેરિયા,
વિવિધ ફૂલે ફૂલ વનમે, ગંધ સુંદર ગહેરિયા,
રસિક સુંદર શામ દીઠી, છબી ચંદ્ર પ્રકાશકી,
બ્રહ્માનંદ શ્રીહરિને કીની, રમત ઇચ્છા રાસકી.