પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.

કરવામાં હવે કાંઈ વાંધા જેવું નથી, બલ્કે તેથી ઉલટો ધણો લાભ થવા સંભવ છે, કારણ કે મરદો સમજ્યા વગર સારવાર કરે એ તદન અસંભવિત વાત છે, અનેક સ્ત્રીઓ તરફથી મારા ઉપર સ્કયુટેરાઈ જવાને અરજીએા આવી છે. પણ ઈસ્પીતાળ કેવી હોય તથા તેમાં કેટલું કામ કરવાનું હોય તેનો તેમને મુદ્દલ ખ્યાલ નથી. અને ખરૂં કામ પડે ત્યારે એ લોકે ખશી જાય અથવા તદ્દન નામનું કામ કરે અને તેથી ઉલટાં ભારે પડે તે ઉપરાંત કાયદાને આધીન થવાની લશ્કરમાં કેટલી અગત્ય છે તે તેઓ સમજી શકે નહિ. આવા મોટા કાર્યને માટે ઈંગ્લંડમાં તો એક જ નિયોજક છે, એમ મને તો લાગે છે: અને મારી નજર તો તમારા ઉપર જ ઠરે છે. તમે હા કહેશો કે નહિ તે પ્રશ્ન છે, કયા વર્ગમાંથી નર્સો પસંદ કરવી એ કામ ઘણું કઠણ છે, પણ તમે તે સર્વે સારી રીતે સમજો છેા. પસંદ કર્યા પછી એ આટલું વિકટ કામ કાયદેસર તેમની પાસે હીંમતથી લેવડાવવું, અને ત્યાંના લશ્કરી અમલદારોની સાથે, સલાહ સંપથી રહીને બધી વ્યવસ્થા કરવી એ સર્વ ઘણું જ કઠણ કામ છે અને તેટલા જ માટે કોઈ ઘણા જ કુશળ નિયોજકની જરૂર છે.
મારી માગણી એ જ છે કે આટલી આટલી અગવડો છતાં તમે નિયોજક તરીકે જવા ખુશી છો ? તમને બધી રીતની સત્તા સરકાર તરફથી મળશે, અને તે ઉપરાંત ત્યાંના ઈસ્પીતાળના અધિકારીઓ તમારી આડે જરા નહિ આવે, એવો હું ચોક્કસ બંદોબસ્ત કરી આપીશ, અને સરકારમાંથી તમારું કામ મન ગમતું થવાને જેટલા પૈસા જોઈએ તેટલા ખર્ચવાને હું તમને છૂટ આપીશ. તમને જવા માટે હું કાંઈ બહુ બોંહોંસ નથી કરતો, પણ આવી અણીની તક સાચવનાર તમારા જેવું કાઈ મારા જાણમાં નથી. જો તમે હા કહેશો તો જ આ યોજના સફળ થશે. તમારા પોતાના સ્વાભાવિક ગુણો, તમારું જ્ઞાન, તમારી જનસમુહમાં પદવી