પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
મિસ ફ્લૉરેન્સ નાઇટીંગેલનું જીવન ચરિત.

મોકલતું નહિ. એકે બાબતનું જ્યાં ઠેકાણું નહોતું તેને માટે પણ એમ જ લખતા કે બધો બંદાબસ્ત બરોબર છે. દરદીએાના એરડામાં પણ આવી જ રીતનું જુઠાણું ચાલતું. એક નર્સ લખે છે કે-"રાત પડે એક સિપાઈ બધો બંદોબસ્ત બરાબર છે કે નહિ તે તપાસવાને-ફેરો ફરવાને-ઓરડા આગળ આવે, અંદરના નોકરો જાણે જ કે એ આવવાનો છે તેથી જેવા તે ઉલાળેા ખખડાવે કે તરત જ અંદરથી જવાબ મળે કે સઘળું બરાબર છે, એટલાથી સંતોષ માનીને તે ચાલ્યો જતો" આવી તરેહની તો ત્યાં દેખરેખ હતી.

એ લેાકોનોએ વાંક કહાડવા જેવું નહોતું, કારણ કે દરદીઓના ઓરડા તાવ, કૉલેરા વગેરે ચેપી રોગના એટલા ભડ થઈ ગયા હતા કે ત્યાં મોતના મોંમાં જાણી જોઈને પગ મૂકવાની હીંમત પણ કેાની ચાલે? એટલા માટે માંદા પડી ગએલા સિપાઈઓને જ ત્યાં નોકર તરીકે રાખ્યા હતા. લોકો ત્યાં રહીને એટલા બેદરકાર થઈ ગયા હતા કે સામાની લાગણીનો તો વિચાર જ શું કરવા કરે.

જે લોકો કાલેરાથી પીડાતા હતા તેમને વધારે ધાસ્તી તે એ લાગતી કે આ બેદરકારી નેાકરો અમને જીવતા જીવતા જ દાટી દેશે, કારણ કે કાલેરામાં અંતનાં શીત તો આવે જ. ત્યાર પછી તે માણસને ચેતન છે કે નહિ તેની રાહ સરખી પણ જોવાની કેાઇ દરકાર કરતું નહિ. તે છતાં નેાકરોનો વાંક કહાડવો યોગ્ય નથી કારણ કે જે કામનું તેમને સહેજ પણ જ્ઞાન ના હોય, વળી જેમની તબીયત આવી જગ્યામાં રહીને છેક નબળી થઈ ગઈ હોય તે શી રીતે કામ બરાબર કરી શકે ! વ્યવસ્થા કરનારનો વાંક હતો, નોકરોનો વાંક નહેાતો.

જ્યારે આ રોગ અને ગંદકીના ભડમાં આ ભલી બાઈ આવ્યાં ત્યારે તેમણે તો કદી બંદોબસ્ત બરોબર છે એવો જવાબ વાળ્યો નહિ