પૃષ્ઠ:Florance Nightengle Nu Jivan Charitra (Guj).pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સૌ. કંકુબાઈ સ્મારક ગ્રંથમાળાનો
ઉપોદ્‌ઘાત.




કચ્છના દીવાન પરલોકવાસી રા. બા. મોતીલાલ લાલભાઈનાં પત્ની સૌ. કંકુબાઈ ઓગણત્રીશ વર્ષની જુવાન વયે સ્વર્ગવાશી થયાં, તેમના શુભ ગુણના સંભારણામાં મિત્ર વર્ગ તરફથી રૂ. ૫૦૦૦) ની રકમ એકઠી કરીને તેને “સૌ. કંકુબાઈ સ્મારક ફંડ” એવું નામ આપી, તે સને ૧૮૮૯ માં સોસાઇટીના ટ્રસ્ટમાં અમુક શરતોએ સોંપવામાં આવ્યું છે. તે શરતો અન્વયે તે ફંડના વ્યાજમાંથી અમદાવાદની રા. બા મગનભાઈ કરમચંદ કન્યાશાળામાં માસિક રૂ. ૫) ની એક સ્કોલરશિપ તથા તે જ કન્યાશાળામાં વાર્ષિક રૂ. ૨૫) નાં પુસ્તકોનું ઈનામ આપતા જે રકમ વધે તેમાંથી સ્ત્રી જાતિની કેળવણી પ્રસાર પામે અને સ્ત્રીઓની નીતિ તથા બુદ્ધિની તેમજ સાંસારિક સુખ સંપત્તિની વૃદ્ધિ થાય એવાં ઉપયોગી પુસ્તકો, ભાષાંતર, સારેાદ્ધારરૂપ ઈનામ આપી નવીન રચાવવામાં આવે છે. તે પ્રમાણે આજ સુધીમાં નીચે પ્રમાણે પુસ્તકો રચાવી “સૌ. કંકુબાઈ સ્મારક ગ્રંથમાળા”ના નામથી સોસાઇટીએ છપાવી પ્રસિદ્ધ કર્યાં છે:—

૧. સ્ત્રી જાતિ વિષે વિવેચન
૨. ગૃહવ્યવસ્થા અને આરોગ્યવિદ્યા.
૩. મા ને દીકરી.
૪. ઘરમાં વપરાતી ચીજોનું રસાયન.
૫. અબળા સંજીવન.
૬. છોકરાંની આરોગ્યતા.