પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રહે, અને ઘડાને ન નમાવે તો તેમાં પાણી ન ભરાય. પાણી ભરવા પહેલા તેણે પોતે નમવું પડે છે, અને પછી ઘડાને પણ નમાવવો પડે છે. પાત્રતા ગમે તેટલી હોય, નમ્રતા ન હોય તો જ્ઞાન વહેતું રહે પરંતુ આત્મસાત ન જ થાય એ સાવ સીધી સાદી વાત છે.

સમુદ્રની આ શિક્ષા નદીને એવી સચોટ લાગી કે તેણે સમુદ્રને કહ્યું, “આ શીખ આપવા બદલ તમારો આભાર. હું હવે નમ્રતાનો ગુણ શીખી ગઈ છું.”