પૃષ્ઠ:Gadhya Lekhan Sangrah.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



બોધકથા:આ સર્વ તારું જ છે

પંજાબમાં એક સમયે શીખોના ગુરુ નાનક થઈ ગયાં. તેઓ બાલયાવસ્થાથી જ ઈશ્વરમય બની ગયા હતા. તેઓ નાના હતા ત્યારે તેમનાં માતા પિતાએ તેમને ખેતરની સંભાળા રાખવા મોકલતાં. તેઓ ખેતરે જઈ નિરાંતે પ્રભુનું સ્મરણ કરતાં. એક વખત તેઓ ખેતરમાં ચારે બાજુ ફરતા હતાં , તેવામાં તેમની નજર તેમણે જોયું કે તેમણે જોઈને પંખીઓ ખેતરમાંથી ઊડી જતાં હતાં. તેમને ઊડી જતાં જોઈને તેમને ખૂબા દુઃખ થયું. તેઓ મનમાં વિચારવા લાગ્યાં કે આ પંખીઓ પણ પરમાત્માના જ છે. આ ખેતર પણ પરમાત્માનું જ છે. અને તેઓ ગાવા લાગ્યાં;

રામ કી ચિડિયા ઔર રામકા ખેત
ખા લે ચિડીયા ભર ભર કે પેટ

મૌકા સમય પછી નાનકા મોટાં થયાં અને તેમના પિતાએ તેમણે દુકાનમાં બેસાડયા. એકા સમયે તેમની દુકાને સાધુઓ કશું લેવા તેમની દુકાને આવ્યાં. અને તેઓ ગણતરી અકરવા લાગ્યા. એકા , દો, તીન અને અનુક્રમે બારા, તેરા, તેરા, તેરા, તેરા. ત્યાર બાદ તેઓ તેરા” “તેરા” એમાં જ બોલતાં રહ્યાં. “તેરા” અર્થાત “તમારું”, “તમારું”. તેરા કહેતાં જ તેમણે મનમાં વિચાર્યું કે, “ હે ઈશ્વર ! આ સર્વ તારું જ છે.” અને તે રટાણ કરતાં જ ભક્તિમાં લીના થઈ ગયાં.