આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭.
જગતનો તાત
‘રે ખેડૂત તું ખરે જગતનો તાત ગણાયો’
આ પ્રમાણે નિશાળમાં પ્રાથમિક કેળવણી લેતાં શીખીએ છીએ. તેનો શો અર્થ છે અને જગતના તાત પ્રત્યે આપણી ભક્તિ કેટલી ઓછી છે એનું થોડુંક સ્મરણ શ્રી ચંદુલાલના લેખથી આપણને થાય છે.
શ્રી ચંદુલાલે ખેડૂતોની સ્થિતિ વિષે બહુ ટૂંકામાં પણ અસરકારક લખ્યું છે. એમણે કાઠિયાવાડના ખેડૂતને ઉદ્દેશીને લખ્યું છે. પણ જે વાત કાઠિયાવાડના ખેડૂતને લાગુ પડે છે એ જુદે જુદે રૂપે સમગ્ર હિંદુસ્તાનના ખેડૂતોને લાગુ પડે છે. જ્યાં સુધી ખેડૂતોની હાલત શિક્ષિત વર્ગે વિચારી નથી, જાણીનથી, અનુભવી નથી ત્યાં સુધી એ હાલતમાં સુધારો થવો અશક્ય છે.