આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮.
મંછા ભૂત
ઘણા કાર્યકર્તાઓ ગામડાના જીવનથી એટલા ડરે છે કે એમને બીક લાગે છે કે જો એમને કોઈ સંસ્થા પગાર નહિ આપે તો - ખાસ કરીને તેઓ પરણેલા હોય અને કુટુંબનું પોષણ કરવાનું હોય તો - તેઓ ગામડામાં મજૂરી કરીને પોતાની આજીવિકા નહિ મેળવી શકે. હું માનું છું કે આ માન્યતા અવનતિ કરાવનારી છે. હા, જો કોઈ માણસ શહેરી માનસ લઈને ગામડામાં જાય અને ગામડામાં શહેરી રહેણીથી રહેવા માગે તો, તે શહેરી લોકોની જેમ ગામડાંના રહીશોને ચૂસે તે સિવાય પૂરતી કમાણી નહિ જ કરી શકે. પણ કોઈ માણસ ગામડાંમાં જઈને વસે અને ગામડાંના લોકોની ઢબે જ રહેવાનો પ્રયત્ન કરે તો એને પરસેવો પાડીને આજીવિકા મેળવતા કશી મુશીબત ન આવવી જોઈએ. તેના મનમાં એટલો વિશ્વાસ હોવો જોઈએ કે જો ગામડાંના લોકો જેઓ આખું વરસ બુદ્ધિ વાપર્યા વિના જુના જમાનાથી