પૃષ્ઠ:Gandhiji No Akshar Deh Vol.1C.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૦
ગાંધીજીનો અક્ષરદેહ

ઉપરનો હિસાબ છાપેલી યાદીના ધોરણે તૈયાર કર્યો છે.

હવે બૅંકમાં જમા રકમ પા. ૫૯૮–૧૯-૧૧ પેન્સ થાય છે. ઉપરની રકમ પૂરી કરવા માટે રોકડ ખર્ચ અને ખાતાંફેરની જમાઉધારની રકમો એમાં ઉમેરવી જોઈએ.

રોકડ ખર્ચ પા. ૭-પ-૧નો છે. ખાતાંફેરની જમાઉધારની રકમને સરવાળો પા. ૧૦–૧૦–૦ છે, જેમાં શ્રી નાયડુના ૮ પાઉંડ, શ્રી અબદુલ કાદરના ૨ પાઉડ અને શ્રી મુસા એચ. આદમના ૧૦ શિલિંગનો સમાવેશ થાય છે, જે એ લોકોએ ભાડાં તરીકે લેવાના હતા. ત્રણેએ એ રકમો વસૂલ નહીં કરતાં લવાજમ તરીકે આપી છે.

આમ

૫ા. ૫૯૮-૧૯–૧૧
પા. ૭- ૫- ૧
પા. ૧૦–૧૦– ૦
પા. ૬૧૬ -૧૫–OO

આ રીતે છાપેલી યાદી સામે જમા રકમની સરખામણી કરતાં ૬ પેન્સનો તફાવત દેખાય છે જે ૬ પેન્સ મળ્યા તો છે પણ યાદીમાં બતાવાયા નથી. આમ થવાનું કારણ એ છે કે એક સભ્ય એક વાર શિ. ૨-૬ પેન્સ આપ્યા અને બીજી વાર ૩ શિલિંગ આપ્યા. ૩ શિલિંગ યાદી ઉપર ચોખ્ખા બતાવી શકાયા નથી. આજ સુધીમાં ચેક મારફતે પા. ૧૫૧-૧૧-૧૧/૨ નો ખર્ચ થયો છે. એક સંપૂર્ણ બયાન[૧] આ સાથે જોડવામાં આવ્યું છે. પરિણામે બેંકમાં પા. ૪૪૭–૮–૯૧/૨ જેટલી સિલક બાકી રહે છે. દેણી રકમ હજી ચૂકવાઈ નથી અને વસાહતીઓ વિષેની અરજીનું તથા ટિકિટોનું ખર્ચ નીચે દર્શાવ્યું છે.

ચેક કાઢી આપવાના નિયમોનો સખતાઈથી અમલ કરવામાં આવ્યો છે. જોકે માનદ મંત્રીને ૫ પાઉન્ડ સુધીનો ચેક એકલાને કાઢી આપવાની સત્તા છે. પણ એ સત્તાનો ઉપયોગ કદી કરવામાં આવ્યો નથી. તેના ઉપર તેમની અને શ્રી અબદુલ કરીમની સહી થાય છે, અને તેમની ગેરહાજરીમાં શ્રી દોરાસામી પિલ્લે અને શ્રી પી. દાવજીની અને તેની ગેરહાજરીમાં શ્રી હુસેન કાસમની સહી થાય છે.

કૅાંગ્રેસની પ્રવૃત્તિ
એનું કામકાજ, એના કાર્યકરો અને એની મુસીબતો

છેલ્લી વાતને પ્રથમ જોઈએ તો, કૅાંગ્રેસ સારી સરખી મુસીબતોમાંથી પસાર થઈ છે. શરૂમાં જ એ અનુભવ થઈ ગયો કે લવાજમ ઉઘરાવવાનું કામ ઘણું જ કઠણ હતું. જુદાં જુદાં અનેક સૂચનો રજૂ થયાં પરંતુ તેમાંનું એકે પૂરેપૂરું સફળ પુરવાર ન થયું. છેવટે થોડાં કાર્યકરો સ્વયંસેવક તરીકે બહાર પડયા અને તેમની મહેનતને પરિણામે પા. ૪૪૮ જેટલી પણ સિલક બતાવવાનું શકય બન્યું છે. શ્રી પારસી રુસ્તમજી, શ્રી અબદુલ કાદર, શ્રી અબદુલ કરીમ, શ્રી દોરાસામી, શ્રી દાવજી કથરાડા, શ્રી. રાંદેરી, શ્રી હુસેન કાસમ, શ્રી પીરણ મહમદ, શ્રી જી. એચ. મિયાંખાન, અને શ્રી આમદ જીવાએ એક અથવા બીજા સમયે લવાજમો ઉઘરાવવામાં સારી મહેનત લીધી છે, એ બધા અથવા એમાંના મોટા ભાગના લોકો લવાજમો માટે અનેક વાર બહાર પડયા હતા. શ્રી અબદુલ કરીમ એકલા પોતાના ખર્ચે પિટરમૅરિત્સબર્ગ ગયા અને લગભગ ૫૦


  1. ૧. નિર્દેશ કરેલું બયાન અહીં આપવામાં આવ્યું નથી.