પૃષ્ઠ:Gangabai Jamnabai ni vaat.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરૂણ રસ ભરેલું હશે. ગૌરીબાઈએ કવિત પુરું કરીને સઉના આગળ, મુકીને કહ્યું કે તમે વાંચો મારાથી વાંચી શકાશે નહિ.

મનહર છંદ.

શાણા સુબા ફારબસે સ્વરગમાં કર્યો વાસ,
તેનો શોક તજે શા થકી સંતોષ વાળવો;
કવિતા જહાજનો તે ભાગી પડ્યો કુવાથંભ,
ખરે ખરો ખેદ તેતો કેમ કરી ટાળવો;
પંડિતોના પારેખની પૌઢ પેઢી ભાગી પડી,
હવે કહો વ્યવહાર શી રીતે સંભાળવો.
દાખે દપલતરામ, પામરનો પાળનાર;
મુંબઈમાં હતો તે લુટાઈ ગયો માળવો. ૧૩

નરોત્તમ - ખરી વાત છે. એ તો ખરેખરો ગરીબનો માળવો હતો. અને હવે કવિતાનો અભ્યાસ કરો કે , ન કરો, કોઈ ભાવ પુછનાર નથી. "ફારબસ વિરહબાવની" નાં બે ત્રણ કવિત હું શીખેલો છું. તેમાં પણ એમ જ કહેલું છું.


મનહર છંદ.

સમશાની પૂરતીને સારી રીતે સમજીને,
વાહ વાહ કહીને કિયો વખાણનાર છે;
અને રસ અલંકાર પેખીને રૂડા પ્રકાર,
અંતરમાં ઉમળકો કોણ આપનાર છે;
ઉત્તમ અધમ કાવ્ય તત્વથી તપાસ કરી,
મોજ આપીને મોજ કોણ માણનાર છે;
કહે દલપતરામ સાહેબ કિન્લાક વિના,
કાવ્યની કિંમત હવે કોણ જાણનાર છે. ૧૪

દુમેલા છંદ

ગુણ ગ્રાહક, વિક્રમ, ભોજ ગયા, કવિતાતણિ કીમત જે કરતા;
પ્રથિરાજ [૧], અને ઈંદ્રજીત [૨] ગયો, રખિદાસ [૩] ગયો રસનો ધરતા;
સરદાર ગયા શુભ ફાર્બસસાહેબ, જે સઘળા ગુણ સંઘરતા;
શુભનામિ જવાથકિ ખામિ પડી, કરવી શું નકામિ કવીશ્વરતા. ૧૫

હાથીભાઈ - આપણા રાજદરબારમાં એક મારવાડી કવિ આવેલો છે, તેની કવિતા

  1. કવિચંદનો.
  2. કવિ કેશવદાસનો
  3. શામળભટનો પાળનાર