પૃષ્ઠ:Garba.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ઘોર અંધારી રે રાતલડીમાં આવી તારે દ્વાર

હે… અંધારી આંખોમાં દિવડો પ્રગટાવો અંબા માડી,
તું મહામાયા રાખણહારી કરજો માડી રખવાળી…
તમે કરજો માડી રખવાળી.
તું નહીં એને દૃષ્ટિ દે તો શ્રદ્ધાદીપ બુઝાશે,
આશા નહીં રહે કોઈને તુજમાં ના થાવાનું થાશે…
માડી, પછી ના થાવાનું થાશે.
હે… હું ઢોલ છેડતો ખપી જઈશ મા, તારા ચાચરચોકે,
‘માએ વાત ન માની નીજ ભક્તની’- વાતો રહી જાશે લોકે…
વાતો રહી જાશે લોકે… એવી વાતો રહી જાશે લોકે.

ઘોર અંધારી રે રાતલડીમાં આવી તારે દ્વાર,
મા તારા મંદિરિયાનાં ઝરુખડે તો પ્રગટ્યા દીપ અપાર;
મા હું તો આંધળી રે મારી આંખડીયુંમાં દ્યો જ્યોતિ ઝબકાર,
કર મુને દેખતી રે કે જોઈ શકું મા અંબાનો અવતાર.
ઘોર અંધારી રે…

હે છપ્પન ભોગનાં થાળ ધરું પણ આંખોમાં અંધારું,
રમતું શ્રીફળ, ચુંદડી, કંકુથી કેમ કરું પૂજન તારું ?
દેવી મને દૃષ્ટિ દો તો જોઈ શકું મા ખોડલનો શણગાર.
ઘોર અંધારી રે…