પૃષ્ઠ:Gujarati Vyakaran Amuk Chhando.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


વૈતાલીય

છંદ : વૈતાલીય
બંધારણ :
• ચાર ચરણ
• પહેલા અને ત્રીજા ચરણમાં પ્રથમ છ માત્રા + "ર" ગણ + લઘુ અને ગુરુ = કુલ ૧૪ માત્રા
• બીજા અને ચોથા ચરણમાં પ્રથમ આઠ માત્રા + "ર" ગણ + લઘુ અને ગુરુ = કુલ ૧૬માત્રા
ઉદાહરણ :
કળિયો મુખ અર્ધું ખોલિને
અટકી આ જલ વીણ શોષથી;
ગુંચવે ઉગતી સુ-વેલિને,
તૃણ કાંટા વધિ આસપાસથી.

ચરણ ૬ માત્રા "ર" ગણ લઘુ +ગુરુ
કળિયો મુખ અર્ધુંખો લિને,
ગુંચવે ઉગ તી સુ-વે લિને,
ચરણ ૮ માત્રા "ર" ગણ લઘુ +ગુરુ
અટકી આ જલ વીણ શો ષથી;
તૃણ કાંટા વધિ આસપા સથી.