પૃષ્ઠ:Gujarati Vyakaran Amuk Chhando.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ધનાક્ષરી

છંદ : ધનાક્ષરી

બંધારણ:

  • બે ચરણ
  • પ્રત્યેક ચરણ ૩૧ અક્ષરો
  • આ છંદ દક્ષિણનો મનાય છે.

ઉદાહરણ :

ઘરમાં અને બહાર, ઉંઘતાં ને જાગતાં;
ખાતાં પીતાં ને ચાલતાં, સેવક તે સેવક છે
કદી તે ભંડારી થાય, કદી થાય નાણાવટી
કદી લડવૈયો થાય, વેશ એવા અનેક લે;

અન્ય પ્રકાર

એક અન્ય માહિતી મુજબ ધનાક્ષરી છંદનું બંધારન આ પ્રમઆણે હોય છે

  • બે ચરણ
  • પ્રત્યેક ચરણ ૩૨ અક્ષરો
  • આ છંદ દક્ષિણનો મનાય છે.
  • ૩૨ અક્ષરોને ૧૬ ૧૬ના બે ટુકડામાં વહેંચીને લખવામાં આવે છે.
  • આ સોળે સોળ અક્ષરોને ચાર ચારના ટુકડાઓમાં ‘સાથે રાખી’ને ઉચ્ચારવામાં આવે છે.