પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૪
ગુલાબસિંહ.


તુચ્છકારી છે. જ્યારથી મેં ગુલાબસિંહને જોયો ત્યારથી મને એમ જ વિશ્વાસ થયો છે કે એજ મારો ગુરુ થવાને યોગ્ય છે.”

“ને એ ગુરુપદ તારા સંબંધમાં એણે મને સોંપ્યું છે. યમુનાના પ્રવાહ તરફ નજર કર, પેલું જે વહાણ દેખાય છે તે પ્રાતઃકાલ પૂર્વે ચાલ્યું જશે— તારો ગુલાબસિંહ પણ એમાં જશે. તારા હૃદયમાં તેનો કોઈ પણ વિચાર હોય તો હજી સમય છે. પણ જો, એનાં પગલા સંભળાય છે. હું તને ફરી મળીશ.”

આટલું કહીને પેલો પુરષ દૂર ગયો, ને પાસેની ઝાડીમાં અદૃશ્ય થઈ ગયો. એજ ક્ષણે ગુલાબસિંહ આવી પહોંચ્યો.

લાલાજી ! હવે હું તને પ્રેમ અને જ્ઞાન બેમાંથી એક પસંદ કરવાનું કહેતો નથી. એ ક્ષણ તો ગઈ, અને જે પાણિનું પ્રિયગ્રહણ તું કરત તે મેં કર્યું પણ તારા હૃદયમાં સાલી રહેલી વાત, જેનિ સિદ્ધિ મને પોતાને પણ નિશ્ચિત લાગતી નથી. તેને બદલે જો તું બીજું કાંઈ માગે તો જે માગે તે તને આપવા હું તૈયાર છું. જો; માણસો ઘણું કરી ચાર વસ્તુ ઈચ્છે છે પ્રેમ, પૈસો, પ્રતિષ્ઠા, ને પટલાઈ. પ્રેમની વાત તો હવે મારા હાથમાં નથી. પણ બાકીનામાંથી જે તું માગે તે તને હું આપી શકું તેમ છું. આપણે જુદા પડીએ તે પહેલાં મારે તને સંતોષવાની ઈચ્છા છે.”

“જે વર હું માગુ છું તે એ પ્રકારનો નથી. મારે જે જોઈએ છીએ તે જ્ઞાન છે. જ્ઞાન તે પણ જે તને છે તેજ. એને માટે જ મેં માના પ્રેમનો પરિત્યાગ કર્યો છે.”

“હું તને વારતો નથી, પણ ચેતવણી આપું છું. જાણવાની ઈચ્છા તેજ ખરી મુમુક્ષતા નથી; અંતર્‌ના ગૂઢમાં ગૂઢ, અજાણ્યામાં અજાણ્યા વિચાર, મહા ભયંકર પ્રેત અને પિશાચ થઈ ગમે તેવા જિજ્ઞાસુને ઉથલાવી પાડે છે, માટે સાધનસંપત્તિના વિકાસરૂપે પ્રાપ્ત કરેલી ખરી મુમુક્ષુતા અને જાણવાની ઇચ્છા તે બે એક નથી એમ હું તને ફરીથી કહી બતાવું છું. હું તને ગુરુ બતાવીશ, પણ બીજું બધું તારા પોતાના ઉપર આધાર રાખે છે.”

“મને માત્ર આ પ્રશ્નનું જ ઉત્તર આપ, એટલે હું નિશ્ચય કરીશ. આ કરતાં અન્ય સૃષ્ટિની વસ્તિ સાથે સંબધ કરવો એ માણસથી બની શકે તેમ