પૃષ્ઠ:Gulabsinh.pdf/૨૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૨
ગુલાબસિંહ.

રૂપ થઈ રહ્યો હતો. માથુ દૂખે છે એટલા શબ્દો વિના બીજું કાંઈ તે બોલતો ન હતો. પાસે આણેલા દૂધને પાછું લઈ જવા કહેતો હતો. અભેદ્ય, અજ્ઞાત, પરિતાપહીન, પશ્ચાત્તાપ વિનાનો લાલાજી તો ખુબ આનંદે ચઢી તડાકા હાકતો હતો અને ત્રણેના બોલવાની ગરજ સારતો હતો.

“ભાભી ! રામલાલ બીચારો બદલાઈ ગયો ! પહેલાં કેવો આનંદી હતો ! એક બે રાત મારી સાથે રહેશે એટલે ઠેકાણે આવી જશે.”

“ભાઈ સાહેબ !” રામલાલની પત્નીએ પ્રથમથી ગોઠવી રાખેલું એક વચન ભાષણ કરવાની છટા ધારણ કરી કહ્યું — “મને માફ કરજો, પણ તમારે જાણવું જોઈએ કે તમારા ભાઈ થોડા દહાડામાં દીકરાના બાપ થશે,ને અત્યારે ઘરના ધણી છે.”

“એટલાજ માટે મને એની અદેખાઈ આવે છે, મારે પણ પરણવું છે. સામાનું સુખ દેખીને આપણને પણ ચેપ લાગે છે.”

રામલાલે મરતે મરતે કહ્યું, એવી ઈચ્છાથી કે લાલો ઠીક સપાટામાં આવ્યો છે, “ચિત્રકલા હજુ ચાલે છે કે નહિ ?”

“કાંઈ નહિ; તારી શીખામણ મેં હવે માથે ચઢાવી છે, હવે કશી કલાકે ભાવનામાં મઝા આવતી નથી, પ્રત્યક્ષ જગત્‌માંજ આનંદ છે. જો હું હવે ચિત્ર કરૂં તો મને ખાતરી છે કે તું તેને ખરીદે, ચાલ ચાલ યાર, દૂધ પી લે. મારે તારી સાથે બહુ વાત કરવાની છે. હું કોટા સુધી અમથો નથી આવ્યો, મારે પણ હવે કમાવું છે, તો તારા અનુભવની અને તારી સલાહની મારે બહુ જરૂર છે.”

“અહો ! ત્યારે તો પેલા કીમીઆ અને રસાયનના વિચાર ઉડી ગયા કે શું ! પ્યારી જાણે છે ? અમે છૂટા પડ્યા તે વખત લાલાજીને એજ ભૂત વળગ્યું હતું.

“આજ તમે ખુશ મીજાજમાં જણાઓ છો.”

“પ્રથમથી મેં કહેલું છે.”

લાલાજી એકદમ ઉભો થયો.”

“જવા દે દોસ્ત ! મુર્ખાઈ અને હઠીલાઈની એ વાર્તા વળી શીદ સંભારે છે ? માણસમાત્ર જે ધંધા કરે છે તેવો કોઈ ખેાળી લેવા માટે હું અત્ર આવ્યો છું એમ મેં તને કહેલુંજ છે. જેને તું વ્યવહાર કહે છે તેના જેવું સુખકર,