પૃષ્ઠ:Hind Swaraj.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



હિન્દ સ્વરાજ

તેવી સ્થિતિ હિંદુસ્તાનની કદી ન થજો. જેને તમે પાર્લમેન્ટની માતા કહો છો તે પાર્લમેન્ટ તો વાંઝણી છે અને વેશ્યા છે. આ બન્ને શબ્દો આકરા છે, છતાં બરોબર લાગુ પડે છે. મેં વાંઝણી કહી, કેમ કે હજુ સુધી પાર્લમેન્ટ પોતાની મેળે એક પણ સારું કામ કર્યું નથી. જો તેની ઉપર કોઈ જોર કરનાર ન હોય તો તે કંઈ જ ન કરે એથી તેની સ્થિતિ સ્વાભાવિક રીતે છે, અને તે વેશ્યા છે, કેમ કે તેને જે પ્રધાનમંડલ રાખે તે પ્રધાનમંડળની પાસે તે રહે છે. આજે તેનો ધણી એસ્કવીથ, તો કાલે બાલફર અને પરમ દિવસે ત્રીજો.

वाचक :

આ તો તમે કંઈક વ્યંગમાં બોલ્યા છો. વાંઝણી શબ્દ હજી તમે લાગુ પડ્યો નથી. પાર્લમેન્ટ લોકોની બનેલી છે, એટલે બેશક લોકોના હાથ નીચે જ કામ કરે. તે જ તેનો જ ગુણ છે, તેની ઉપરનો અંકુશ છે.

૩૨