પૃષ્ઠ:Hind Swaraj.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ને તેથી આપણે આપણી સ્થિતિ બદલાવવા માગીએ છીએ.

હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી બધા ધર્મ શીખવે છે કે, આપણે દુન્યવી વસ્તુઓ વિશે મંદ રહેવું ને ધાર્મિક વસ્તુઓ વિશે ઉત્સાહી રહેવું; આપણે આપણા દુન્યવી લોભની હદ બાંધવી ને ધાર્મિક લોભને મોકળો રાખવો. આપણો ઉત્સાહ તેમાં જ રાખવો.

वाचक :

આ તો તમે પાખંડી થવાનું શિક્ષણ આપતા લાગો છો. આવી વાતો કરી ધુતારાઓ ધૂતી ગયા છે ને હજુ ધૂતે છે.

अधिपति :

તમે ધર્મ ઉપર ખોટો આરોપ મૂકો છો. પાખંડ તો બધા ધર્મમાં રહ્યો છે. જ્યાં સૂર્ય હોય ત્યાં અંધારું રહેલું જ છે. પડછાયો દરેક વસ્તુ વિશે છે. ધર્મધુતારા એ દુન્યવી ધુતારા કરતાં સારા છે એમ

૬૧