પૃષ્ઠ:Hira ni chamak.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



કુલશેખર


શું બ્રાહ્મણ ? દ્વિજ ? નહિ નહિ. ભારતમાં તો અનેક શૂદ્રો પણ ભક્તો થઈ ચૂક્યા છે. શૂદ્ર વાલ્મીકિએ આખું રામાયણ રચી આર્યાવર્તને એક અમર સંસ્કારઝરો આપ્યો.

સંપત્તિ છોડીને બેઠેલા સંન્યાસીઓ જ શું ભક્ત થઈ શકે ? ના. સંપત્તિ, સત્તા અને સુખસાહેબીમાં ઉછરતા અનેક રાજવીઓ પણ આપણે ત્યાં અનુપમ ભક્તો બની ચૂક્યા છે.

ભારતીય સંસ્કૃતિનું એક મુખ્ય લક્ષણ એ કે બીજી કોઈ પણ સંસ્કૃતિએ નહિ ઉપજાવ્યા હોય એટલા ભક્ત અને સંસ્કારી રાજવીઓ ભારતીય સંસ્કૃતિએ ઉપજાવ્યા છે.

દક્ષિણના કેરલ પ્રદેશમાં મહારાજા કુલશેખરનો જન્મ. એ જ કેરલમાં શંકરાચાર્યનો પણ જન્મ. કેરલના દૃઢવ્રત નામના રાજવીને કોઈ સંતાન ન હતું. ધર્મી, અધર્મી, સહુને જીવનમાં કોઈક વાર સંતાનની ઈચ્છા થાય છે. મહારાજા દૃઢવતે પ્રભુ પાસે એક તેજસ્વી પુત્ર માગ્યો અને પ્રભુએ તે આપ્યો પણ ખરો. એ જ પુત્ર તે પરમ ભક્ત કુલશેખર. બાલ્યાવસ્થાથી રાજકુમાર કુલશેખરે શસ્ત્રમાં અને શાસ્ત્રમાં પ્રાવીણ્ય મેળવવા માંડ્યું. અને દૃઢવતે જ્યારે જોયું કે રાજકુંવર રાજ્યભાર વહન કરવાને માટે શક્તિમાન થયા છે એટલે રાજાએ પોતે રાજ્યાસન છોડી દીધું, યુવરાજને પોતાની નજર સામે રાજ્યાભિષેક કરાવ્યો અને પોતે વનમાં વસી વાનપ્રસ્થધર્મ સંપૂર્ણ રીતે પાળવા માંડ્યો. પ્રાચીન રાજાઓમાંથી ઘણા જીવતાં સુધી રાજ્યગાદી ઉપર ચીટકી રહેવાની ક્ષુદ્રતા દર્શાવતા ન હતા. કુલશેખર રાજવી તો