પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પત્ર ઉઠાવ્યો પણ વાંચતાં જ તેમણે કહ્યું, ‘બાપુ, આ પત્રમાં સારું શું છે ?’ બાપુએ કહ્યું: ‘પત્રમાં કામ લાગે તેવી ટાંચણી હતી, જે મેં ટાંચણી બોક્સમાં મૂકી દીધી છે. આપણને પત્ર લખનારે તો ટાંચણી આપીને ફાયદો જ કર્યો છે ને !’ ગાળો લખનાર વ્યક્તિ પ્રત્યે પણ બાપુનો આ ભાવ જેવો તેવો ન ગણાય અને એટલે જ કદાચ તે મહાન છે, માટે જ આપણે તેને મહાત્માના નામે ઓળખીએ છીએ.